Month: June 2023

તારીખ 21 જૂન 2023 ના દિવસે શ્રી એ.આર.એસ સખીદા આર્ટસ સીસી ગેડી વાળા કોમર્સ તથા સીસી હોમ સાયન્સ કોલેજ લીંબડી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સ્ટાફ ગણે સક્રિય ભાગ લીધો હતો. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. વી. એ. પરમાર દ્વારા યોગ અંગેનો સૈદ્ધાંતિક તથા વ્યવહારિક માર્ગદર્શન આપી વિવિધ પ્રકારના આસનો તથા પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ.જી પુરોહિત સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને યોગનું માનસિક શારીરિક આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યો હતો આ રીતે સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું