આથી કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈઓ/બહેનોને જણાવવાનું કે સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ: 22/11/2024 ના રોજ શુક્રવારે સવારે 8:00 વાગ્યે એથ્લેટિક્સનું સિલેક્સન રાખેલ છે. જેમાં દોડ, કૂદ અને ફેકનું સિલેક્સન કિક્રેટ ગ્રાઉન્ડમાં રાખેલ છે. સ્પર્ધામાં સિલેક્ટ થનારા વિદ્યાર્થીઓને આંતર કોલેજ સ્પર્ધામાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે જવા મળશે અને તેમાંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો આંતર યુનિવર્સિટી કક્ષાએ રમવા જવા મળશે. તેથી જે વિદ્યાર્થીઓ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તે રનીંગને અનુરૂપ કપડાં જેમકે લોવર/ટ્રેકપેન્ટ/ટીશર્ટ અને સ્પોર્ટ શૂઝ પહેરીને આવવું, જેથી રનીંગ દરમિયાન કોઈ અડચણ ના થાય અને રનીંગસ્પર્ધા સફળતાપૂર્વક પાર કરી શકો.